મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે એલસીબી તથા તાલુકા પોલીસની બે રેડમાં ૬૫૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓને શોધવાના બાકી


SHARE













મોરબીના જુના નાગડાવાસ ગામે એલસીબી તથા તાલુકા પોલીસની બે રેડમાં ૬૫૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓને શોધવાના બાકી

મોરબી એલસીબી સ્ટાફ તથા તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે જુદાજુદા બે સમયે બે રેડ કરવામાં આવી હતી.જે રેડ દરમિયાન મકાનમાં પડેલી કારમાંથી કુલ મળીને ૬૫૪ બોટલ દારૂ મળી આવ્યો હોય હાલ દારૂનો જથ્થો તથા બે કાર જપ્ત કરવામાં આવી છે અને બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે.તેમજ આ જથ્થો કોણે અહીં સંગ્રહ કર્યો હતો..? ક્યાંથી મેળવ્યો હતો..? અને ક્યાં પહોંચાડવાનો હતો..? તથા કેટલા સમયથી વેપલો ચાલુ હતો..? તે સહિતની દિશાઓમાં હવે તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીના સ્ટાફના જિજ્ઞાસાબેન કણસાગરા, સુરેશભાઈ હુંબલ, સંજયભાઈ રાઠોડ અને ભાવેશભાઈ મિયાત્રાને મળેલ ખાનગી બાતમી આધારે મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેંણાક મકાનમાં રેડ કરવામાં આવી હતી.જેમાં મારુતિ કાર નંબર જીજે ૩ એબી ૬૧૬૧ માં સર્ચ કરવામાં આવતા કારમાંથી ૩૧૮ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૨,૫૦,૨૨૮ ની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂપિયા ૫૦ હજારની કાર એમ કુલ મળીને ૩,૦૦,૨૨૮ ની કિંમતની મતા સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી હતી.આ બનાવમાં તાલુકા પોલીસ મથક ખાતે એલસીબી સ્ટાફ દ્વારા દાદુભાઇ બચુભાઈ મેતા રહે. જુના નાગડાવાસ તા.જી.મોરબી ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી હાલ તે બનાવની ફરીયાદ દાખલ કરીને તેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.ભટ્ટ ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

જ્યારે મોરબી તાલુકા પોલીસને પણ બાતમી મળી હતી.જેના આધારે મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગાના મકાનના વંડા (ડેલા) માં રેડ કરવામાં આવતા ત્યાં પડેલી ક્રેટા કાર નંબર જીજે ૩૬ એફ ૨૦૪૬ માં સર્ચ કરવામાં આવ્યુ હતું અને તે કારમાંથી ૩૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૨,૨૭,૫૪૪ ની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂપિયા પાંચ લાખની કિંમતની કાર એમ કુલ મળીને ૭,૨૭,૫૪૪ ની કિંમતની મતા સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી હતી.બાદમાં હુન્ડાઇ ક્રેટા કાર નંબર જીજે ૩૬ એફ ૨૦૪૬ ના માલિક સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે.જે કેસની તપાસ પણ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.ભટ્ટને સોંપવામાં આવેલી છે તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવ્યું છે.હાલમાં દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો ? ક્યાં પહોંચાડવાનો હતો ? અને કેટલા સમયથી દારૂનો વેપલો ચાલુ હતો ? તે દિશામાં હવે તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.

અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે પ્યાસીઓની ડિમાન્ડ પૂરી કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે અને માલનો સંગ્રહ કરવા લાગ્યા છે.જેથી કરીને પોલીસ પણ સક્રિયપણે તેઓને ઝડપવા માટે નાઈટ પેટ્રોલિંગ અને વોચ વધારી દીધી હોય તેવું જાણવા મળી રહ્યું છે.




Latest News