મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-દેવળિયામાં દારૂની બે રેડ: 33 બીયરના ટીન-12 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE













મોરબી-દેવળિયામાં દારૂની બે રેડ: 33 બીયરના ટીન-12 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબીના સનાળા નજીક અજંતા કારખાના સામેથી પસાર થતાં સ્કૂટરને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તે સ્કૂટર ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી બિયરના ટીન મળી આવ્યા હતા આવી જ રીતે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નજીક જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાથી 24 બિયરના ટીન અને 12 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આ બંને રેડના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા સામે જે.પી. ફાર્મ પાસેથી સ્કૂટર પસાર થઈ રહ્યું હતું ત્યારે સ્કૂટર નંબર જીજે 36 એએમ 5920 ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાંથી બિયરના 9 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 900 ની કિંમતનો બિયાર અને 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 30,900 નો મુદ્દામાલ કબ્જે કરીને ભુપતભાઈ કરસનભાઈ ચાવડા (42) રહે. યદુનંદન-1 નાની કેનાલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મુન્નાભાઈ ચાવડા રહે. જસાપર તાલુકો માળિયા વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર પાસે ખુલ્લા વોંકળામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી બિયરના 24 ટીન તથા દારૂની નાની 12 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને 3600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી રાજેશ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા (26) રહે. જુના દેવળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસમાં રહેતા કલ્પેશભાઈ મનજીભાઈ પટેલ (45) નામના યુવાનનું કોઈ કારણસર મોત નીપજયું હતુ જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News