મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત


SHARE





વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત

વાંકાનેર પંથકમાં ૧૦૮ ઇમરજન્સી સેવા અવારનવાર અનેક લોકો માટે જીવનદાતા સાબિત થઈ રહી છે. તેવામાં વાંકાનેર નજીક આવેલ રતિદેવરી ગામે ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે ઓક્સિજનની ગંભીર અછત અનુભવતા માત્ર ૮ મહિનાના બાળકને સમયસર હોસ્પિટલ પહોંચાડીને આ ટીમે બાળકને નવજીવન આપ્યું છે.

વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ના ડૉ. ધારાબેન તરફથી ૧૦૮ ટીમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં જણાવ્યુ હતું કે, સાહીલ અર્જુનભાઈ ભુરીયા નામના ૮ મહિનાના બાળકને ઈલેક્ટ્રિક શૉક લાગ્યો છે જેથી શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી અને તેની હાલત નાજુક છે જેથી બાળકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ રિફર કરવો અનિવાર્ય હતો.

આ કોલ મળતાની સાથે જ વાંકાનેર લોકેશનના EMT પ્રવીણભાઈ મેર, EMT માલકિયા કિસન અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયા ગણતરીની પળોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. બાળકને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ERCP ના ફિઝિશિયન ડૉ. પરમારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ EMT પ્રવીણભાઈ અને કિસનભાઈએ બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ આપી પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી. અને તુર્તજ સારવાર મળવાને કારણે બાળકનો જીવ બચી ગયો છે. 

  




Latest News