મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા


SHARE













મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા

મોરબીના લીલાપર ગામ નજીક યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં તપાસ ચલાવીને એલસીબીના સ્ટાફે બે ઇસમોને દબોચી લીધા હતા.તેમજ ગુનામાં વપરાયેલ છરી, બે મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે. બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી વાતે યુવાને ઠપકો આપતા હુમલો કરવામાં આવ્યો હતો તેમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયુ હતુ.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.૧૩-૨ ના રોજ હુમલામાં ભોગ બનેલ અનિલભાઈ ધનજીભાઈ રાઠોડને રાજકોટ ખસેડાયા હતા.સારવાર બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, પોતે ગત તા.૧૩ ના રોજ રવાપર-ઘુનડા રોડ પર આવેલ શિવમ પાર્ટી પ્લોટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરીએ ગયો હતો અને રાત્રીના પોણા દશેક વાગ્યે લીલાપર ગામ નજીક પહોંચતા નંબર વગરના બાઈકમાં આવેલ ત્રણ ઇસમોએ કોઈપણ કારણ વગર બાઈક આગળ તેમનું બાઇક ઉભું રાખીને જાનથી મારી નાખવાના ઈરાદે પેટ અને છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા.જેથી મોરબી બાદ રાજકોટ ખસેડાયેલ અને સારવાર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી.

બનાવમાં લુંટના ઇરાદે હુમલો હોવાની શક્યતાને પગલે એલસીબી ટીમે તપાસ શરૂ કરી હતી.બનાવ સમયે હુમલાખોરોએ વાપરેલ નંબર પ્લેટ વગરના બાઈકને અને તે આધારે હુમલાખોરો સુધી પહોંચવા માટે પોલીસે ટેકનીકલ માધ્યમથી તપાસ શરૂ કરી હતી.જેમા અનેક જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રીસોર્સથી માહિતી મેળવીને રવાપર-ઘુનડા રોડ શનાળા જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી.જે દરમિયાન બે શંકાસ્પદ ઇસમો નંબર પ્લેટ વગરના બાઈકમાં નીકળતા તેમને રોકીને અંદજડતી લેતા છરી મળી આવી હતી.જેથી બંનેને રાઉન્ડઅપ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેઓએ જ ઉપરોકત હુમલો કર્યો હોવાની કબુલાત આપી હતી.પોલીસે ગુનામાં ઉપયોગ કરેલ બાઈક, છરી અને બે મોબાઈલ રૂા.૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૨૫,૦૫૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

હાલ પોલીસે હુમલો કરનાર બાલો દીપક પરમાર અને વનરાજ ઉર્ફે અનુ કાળુભાઈ વાઘેલા રહે.બંને મોરબીની ધરપકડ કરી હતી.તેમજ એક સગીરવયનો હોય તે અનુસાર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.ઘનિષ્ઠ પુછપરછમાડ ખુલ્યુ હતુ કે ફરિયાદી અનનિલભાઇ રાઠોડે બાઈક ઓવરટેક કરવા મુદે આ ત્રણેયને ઠપકો આપ્યો હતો જે મુદે રોષ રાખીને છરી વડે અનિલભાઇની ઉપર જીવલેણ હુમલ કર્યો હતો..!

વાહન અકસ્માત

હળવદના રહેવાસી ઉમરભાઈ મુસાભાઇ જામ નામનો ૪૨ વર્ષના યુવાન બાઇક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઇ જતા ઇજા પામતા તેમને અહીં શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા પાવર હાઉસ પાસે બાઈક આડે અચાનક કૂતરૂ આવતા વાહન સ્લીપ થયું હતું જેમાં વિપુલ રાઘવભાઈ મીઠાપરા (૩૭) રહે.સમઢીયાળા જિલ્લો સુરેન્દ્રનગરને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ ખાતે રહેતા રાજેશ્રીબેન હાર્દિકભાઈ ચાંઉ નામની ૩૫ વર્ષીય મહિલાને નવી પીપળી ગામે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે ખસેડ્યા હતા તેમ પોલીસે જણાવી બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.

આગથી નુકશાન

મોરબીના સામાકાંઠે શિવમ હોસ્પિટલના પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મોહનભાઈ થરેસા નામના ૪૫ વર્ષના યુવાને પોલીસમાં જાણકારી હતી કે, ગત તા.૧૧-૨ ના સવારે ચારેક વાગ્યાના અરસામાં તેમના ઘર પાસે પાર કરેલ એકટીવા નંબર જીજે ૩૬ ક્યુ ૬૪૪૪ તથા મોટરસાયકલ નંબર જીજે ૩૬ ક્યુ ૨૨૩૯ માં કોઈ કારણોસર આગ લાગી હતી અને ત્યાં બાજુમાં પડેલા અન્ય એક મોટરસાયકલ નંબર જીજે ૩૬ એક્યુ ૭૯૮૦ માં પણ આગ લાગી હતી.જેથી નુકસાન થયેલ છે જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી








Latest News