મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક દાદાના મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતી અને પ્રસાદનો હાજરો લોકોએ લાભ લીધો


SHARE















મોરબીના બગથળા ગામે નકલંક દાદાના મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતી અને પ્રસાદનો હાજરો લોકોએ લાભ લીધો

મોરબી નજીકના બગથળા ગામે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક દાદાના મંદિરે અન્નકુટ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ગામ અને શહેરમાથી મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આજે નકલંક મંદિરે આવ્યા હતા.

મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષે  ગ્રામજનોના સહકારથી અન્નકૂટ દર્શન અને મહા પ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને આ રીતે બેસતા વર્ષની ઉજવણી સાથે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગથળા ગામ અને તેની આસપાસના ગામોના લોકો તેમજ અહીથી ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બગથળા ગામે આવ્યા હતા આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે.

આ મંદિરના મહંત દામજી ભગતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના 206 વર્ષ પૂર્વે કરવામાં આવી છે ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ રાખવામા આવે છે જેનો બીલીયા, બગથળા, બરવાળા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદાનગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે. આટલું જ નહિ રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બેસતા વર્ષના દિવસે અચૂક આવે છે અને દાદાના આશીર્વાદથી તેઓના તમામ દુઃખ દૂર થાય તેના માટેની સહુ કોઈ પ્રર્થના કરતા હોય છે.






Latest News