મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા પૂ.જલારામ બાપા ની 225 મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે વિવિધ ફ્લોટ્સ, મહાઆરતી, મહા આતશબાજી, કેક કટીંગ, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા, ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદની ઓરકેસ્ટ્રાના લાઈવ પ્રોગ્રામ સાથે સંતો-મહંતોની ઉપસ્થિતીમાં બાપા સિતારામ ચોક ખાતે મહાઆરતી કરવામાં આવશે.

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મજયંતિ નિમિતે મોરબી શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 8 શુક્રવારબ રોજ બપોરે 2:30 કલાકે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, આ શોભાયાત્રા જુના બસસ્ટેશન, નગર દરવાજા, પરા બજાર, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, વસંત પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, નવુ બસ સ્ટેશન, માણેક સોસાયટી મેઈન રોડ, બાપા સિતારામ ચોક સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેર ના રાજમાર્ગોથી નીકળશે.

ત્યારે વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે,  બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા તથા ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદ ની ઓરકેસ્ટ્રા સાથે લાઈવ પ્રોગ્રામ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુ દેવ હરીચરણદાસજી મહારાજના ગાદીપતિ જયરામદાસ બાપુ સહીતના સંતો-મહંતોના વરદ્ હસ્તે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ (જલારામ બ્યુટી ઝોન) પરિવાર દ્વારા કેકકટીંગનુય આયોજન કરવાં આવ્યું છે.

આ શોભાયાત્રાનું જુના બસસ્ટેશન પાસે દીપકભાઈ પોપટ (રીધ્ધી ફટાકડા) પરિવાર, નગર દરવાજા ખાતે રઘુવંશી યુવક મંડળ, ચકીયા હનુમાનજી મંદીર ખાતે વસંત પ્લોટ ગરબી મંડળ, લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત પોપટ પરિવાર, નવા બસસ્ટેશન ખાતે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શોભાયાત્રાનનું સ્વાગત કરવામાં આવશે. તે ઉપરાંત શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁ નો લાઈવ રોટલા પ્રસાદ વિતરણ કરવામાં આવશે. શહેરના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રામાં જોડાવવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

આ શોભાયાત્રાને સફળ બનાવવા તેજશભાઈ બારા, દીપકભાઈ કે.પોપટ, જયભાઈ કક્કડ, નૈમિષભાઈ પંડિત, રવિભાઈ કોટેચા, રોનકભાઈ કારીયા, નિખિલભાઈ છગાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, વિરેનભાઈ પુજારા, ભરતભાઈ રાચ્છ, સચિનભાઈ કાનાબાર, ધવલભાઈ રાજા, પાર્થભાઈ સેતા, સંજયભાઈ ભોજાણી, વિપુલભાઈ વી. પંડિત, કુલદીપભાઈ રાજા, નિલેશભાઈ ખખ્ખર, નેહલભાઈ કોટક, જીજ્ઞેશભાઈ પોપટ, નિખિલભાઈ પોપટ, જયભાઈ ભોજાણી, જીતુભાઈ પુજારા, કેતનભાઈ પુજારા, જતીનભાઈ કારીયા, જીનેશભાઈ કાનાબાર, જીતુભાઈ રાજવીર, અમિતભાઈ ગણાત્રા, અમિતભાઈ પંડિત, પ્રતિકભાઈ રાચ્છ, પરેશભાઈ કાનાબાર, જીતેશભાઈ સચદેવ સહિતનાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી મોરબીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News