મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ


SHARE







































મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ

મોરબીમાં સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન સુધીનો જે રસ્તો છે તે એક કે બે મહિના નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભંગાર હાલતમાં છે ત્યારે સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ, ચિત્રકુટ સિનેમાથી કબ્રસ્તાન સુધીનો રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય, કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકરોએ હાલમાં રોડ માટે અધિકારી અને પદાધિકારીને જે રજુઆત કરેલ  છે તેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં નગરપાલીકાએ જુદાજુદા વિસ્તારમાં રોડ મંજૂર કરેલ છે અને તેના કામ શરૂ થવાના છે ત્યારે સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન સુધી ચોમાસામાં પાણી ભરાઈ છે જેથી કરીને રોડ તૂટી જાય છે જેથી કરીને હાલમાં જે રસ્તો મંજુર થયેલ છે તે ડામર રોડ મંજૂર થયો છે તેના બદલે ત્યાં આરસીસી રોડ કે પછી પેવાર બ્લોક પાથરવામાં આવે તેવી માંગ કરેલ છે આવી જ રીતે સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ અને ચિત્રકુટ સિનેમાથી કબ્રસ્તાન સુધીનો રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.














Latest News