મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: ઘરે બાથરૂમ પાસે પડી જવાથી ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: મોરબીમાંથી દારૂની બે બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE













મોરબી: ઘરે બાથરૂમ પાસે પડી જવાથી ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: મોરબીમાંથી દારૂની બે બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબીના પીપળી ગામ પાસે બાથરૂમ પાસે પડી જવાના કારણે ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું અમદાવાદ ખાતે મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામ પાસે રહેતા બબીતાદેવી અરવિંદકુમાર પોતાના ઘરે બાથરૂમ બહારના ભાગે પડી ગયા હતા જેથી તેઓને ઈજા થયેલ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 

બે બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 695 ની કિંમત ની દારૂની બોટલ સાથે બહાદુર ગિરધરલાલ ડાભી (35) રહે. લાતી પ્લોટ શેરી નં-4 મફતીયાપરામાં મોરબી વાળાની ધરપકડ કરી હતી. આવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ પાછળ ઋષિકેશ સ્કૂલ વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 695 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી અભિષેક મનોજભાઈ વીંધાણી (27) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News