સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં વણાંક લેતા સમયે ડમ્પર ચાલકે કચડી નાખતા એક વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં વણાંક લેતા સમયે ડમ્પર ચાલકે કચડી નાખતા એક વર્ષના બાળકનું મોત

મોરબીના બેલા ગામની સીમ આવેલ કારખાનાની અંદર ડમ્પર ચાલકે વણાંક લેતા ત્યાં રમી રહેલા એક વર્ષના બાળકને હડફેટે લીધો હતો અને ડમ્પરના ખાલી સાઇડના ટાયરના જોટા નીચે માસૂમ બાળક કચડાઈ જતાં તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુઆ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિકાસભાઈ મંગાભાઈ ડામોર (30)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 એએક્સ 8099 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, લીડસન કારખાનાના ફોતરી વિભાગ પાસેથી આરોપી તેના હવાલા વાળું ડમ્પર લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ પાછળ જોયા વગર તેણે ડમ્પરને ખાલી સાઇડમાં વણાંક વાળતા ત્યાં ફરિયાદીનો એક વર્ષનો દીકરો આદેશ રમતો હતો જેને ડમ્પર ચાલકે ખાલી સાઇડના ટાયરના જોટામાં કચડી નાખતા તે માસુમ બાળકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને અકસ્માત સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News