મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનની લેબર કોલોનીમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE











મોરબી નજીક કારખાનની લેબર કોલોનીમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના રંગપર ગામ નજીક વિરાટનગર પાસે આવેલા કારખાનામાં લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે ફટકાતા ઈજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ પાસે આવેલ વિરાટનગરમાં સીમાન્તો સિરામિક નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મેહુલ છનાભાઈ પગી (30) નામનો યુવાન લેબર કોલોનીમાં પહેલા માળ ઉપર હતો ત્યાથી નીચે ટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતો અને આ યુવાનોનું મોત નીપજયું હતું જેથી તેને મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ શ્રીમદ સોસાયટી પાસે હનુમાનજી મંદિર નજીકથી આશિક અબ્દુલભાઈ પલેજા (30) નામનો યુવાન રિક્ષામાં જતો હતો ત્યારે કાર નંબર જીજે 36 સી 0205 તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થવાના કારણે 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે






Latest News