મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું અધુરું કામ પૂરું કરવા સીએમને રજૂઆત


SHARE











મોરબી મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું અધુરું કામ પૂરું કરવા સીએમને રજૂઆત

મોરબી મહેન્દ્રનગર ચોકડી છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રીજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જો કે, આ અધુરું કામ પૂર્ણ કરવા આવતું જ નથી જેથી કરીને ટંકારાના વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકરે સીએમને લેખિત રજૂઆત કરીને કામને વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરી છે.

વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકહસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જો કે, અધુરું કામ પૂરું કરવામાં આવતું નથી જેથી કરીને ત્યાં સતત ધૂળની ડમરીઓ ઊડતી હોય છે અને સિરામિક ઉદ્યોગનો ટ્રાફિક ત્યાં હોવાથી વાહન ચાલકો પણ હેરાન થઈ ગયેલ છે. અને આ ચોકડી જેતપર તેમજ હળવદ સુધી આવતા જતાં વાહનો માટેનો મુખ્ય રસ્તો છે જેથી મહેન્દ્રનગર ચોકડીથી આવતા જતાં વાહન ચાલકો સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે ત્યારે ઓવરબ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવો, સ્પાનની સંખ્યા વધારી બંધ ઓવરબ્રીજની કામગીરી સત્વરે પૂરું કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News