મોરબી મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું અધુરું કામ પૂરું કરવા સીએમને રજૂઆત
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત
મોરબી સીરામીક ઉદ્યોગને તોલ-માપ વિભાગ તરફથી થતી મુશ્કેલી દૂર કરવા માટેની મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ વડાપ્રધાનને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશમાં વધારેમાં વધારે ટેક્સ ભરે છે અને તેને કેરાલા, એમ.પી., રાજસ્થાન તથા અન્ય રાજયોના તોલ-માપ વિભાગથી ઘણી મુશ્કેલી પડી રહી છે. અહીંથી ટાઇલ્સની પેટી જેતે રાજયના ડીલરને પેટી પર એમ.આર.પી.ના સીકકા લગાવીને વહેચાણ કાયદેસર કરેલ હોય છે અને હવે ટાઈલ્સના ભાવ જુદા-જુદા રાજ્ય પ્રમાણે જુદાજુદા હોય છે હવે એક-બે વર્ષ પછી એમાં એમ.આર.પી.ના સીકકા ઝાંખા પડી ગયા હોય છે.
તો તોલમાપ વિભાગ મેન્યુફેકચર ઉપર કેસ કરે છે. હવે નિયમ એ છે કે જેતે ડીલરે એમ.આર.પી.ની માહીતી આપવાની હોય છે. તો કેસ ડીલર પર થવો જોઈએ એના બદલે સીરામીકના માલીક ઉપર કેસ કરી ગમે તે રકમનો દંડ ભરવાનું દબાણ કરે છે હવે ફેકટરી માલીકને જેતે રાજ્યમાં જવાની ફુરસદ ન હોય તેથી તે સ્થાનીક વેપારીને જાણ કરે છે. કે તમે પ્રશ્ન હલ કરી નાખો જેથી વેપારી અને તોલમાપ અધીકારી ભેગા થઈને દંડની રકમ નકકી કરી આપે છે. અને ભ્રષ્ટાચાર થાય છે તેવી ચર્ચા ચાલી રહી છે.
જેથી તમામ રાજયોમાં ટાઇલ્સની એમ.આર.પી. બાબત મુશ્કેલી ન થાય તે માટે એમ.આર.પી. બાબતના કેઈસ જેતે ફેકટરીના હોય તે જીલ્લામાં રજુ કરે, જો ગ્રાહકે ફરીયાદ કરવાની હોય તો સ્થાનીક ડીલર પર પ્રથમ કરે, મેન્યુફેકચર પર કંપનીને જાણ કર્યા વગર તોલમાપણ વિભાગ દંડની રકમ મંજુર કરી શકે નહીં, જો તોલમાપ દંડની રકમ નક્કી કરે તો ગ્રાહક અદાલતનું કામ શું ?, તોલમાપ વિભાગ કંપનીના માલીક સાથે ટાઇલ્સની એમ.આર.પી. બાબતે ઓનલાઈન ચર્ચા કરે વિગેરે બાબતોને ધ્યાને લેવામાં આવે તો ભ્રષ્ટાચાર થવાની શક્યતા નહીંવત થઈ જશે અને ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન કરવાનું પણ બંધ થઈ જશે.