મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત


SHARE













મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત

મોરબીના લક્ષ્મીનગર બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે ગુરુકુળ પાસે રહેતા શિવરામ નરશીભાઈ ભીલ (50) નામના આધેડ બાઈક લઈને લક્ષ્મીનગર બાયપાસ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને ઇજાઓથી થઈ હતી જેથી 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બોધનગર સોસાયટી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇકો ગાડી સાથે અથડાતા કાર્તિક ભીમજીભાઇ મકવાણા (18) અને મહેન્દ્ર નાગરભાઈ પારેઘી (35) નામના બે વ્યક્તિઓને ઈજા થહોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News