મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત
મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના મુનનગર ચોક પાસેથી યુવાન અને તેનો ભાઈ બંને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં તે બંનેના પોતાની પત્નીઓને જોઈ જતાં તેની સાથે તે વાતચીત કરતા હતા દરમિયાન તેઓના ફઈજી સહિત ત્રણ વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી, ઝઘડો કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ફઈજી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડાના રોડ ઉપર આવેલ શિવમ પેલેસ બ્લોક નંબર 304 માં રહેતા વિજયભાઈ ત્રિભુવનભાઈ સવસાણી (37)એ રાજેન્દ્ર મોહનભાઈ દેત્રોજા, ફઈજી મીનાબેન વસંતભાઈ દેત્રોજા અને ફઈજીના દીકરા આનંદ વસંતભાઈ દેત્રોજા રહે. બધા ન્યુ ચંદ્રેશનગર ચોક પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે તથા તેનો ભાઈ પિયુષ બંને મોરબીના મુનનગર ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે ફરિયાદી તથા તેના ભાઈના પત્ની જે બંને સગા બહેન છે તેઓને જોઈ જતા તેમની સાથે તે લોકો વાત કરતા હતા દરમિયાન રાજેન્દ્ર અને આનંદ એ ત્યાં આવીને ફરિયાદી તથા તેના ભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં તેના ફઈજી સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરુ કરી છે