રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી


SHARE









મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે પાણીની લાઈન માટે ખાડો ખોદવા બાબતે બોલાચાલી, ઝઘડો અને માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત નવ સામે પોલીસે કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે રહેતા સુનિલભાઈ ડુંગરભાઇ ચાવડા (24) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે પાંચાભાઇ લક્ષ્મણભાઈ આદ્રોજા, ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા, દીપક લક્ષ્મણભાઈ આદ્રોજા, ભાનુબેન દીપકભાઈ આદ્રોજા, હસમુખભાઈ અને હીરાબેન હસમુખભાઈ રહે બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના ઘર પાસે પાણીની લાઈન માટૈ ખાડો ખોદતા હતા ત્યારે તમામ આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને પથ્થરના છુટા ઘા કરીને ઇજા કરી હતી ત્યારે દીપક આદ્રોજા એ પાણીની લાઈન ખોદવાની ના પાડી હતી અને ફરિયાદીને જમણા પગ ઉપર પાવડાનો હાથો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ સંજયભાઈ ને માથામાં પથ્થરનો ઘા મારીને પાંચાભાઈએ લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો તથા પ્રેમીલાબેન અને શિલ્પાબેનને આરોપીઓએ વાળ પકડીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં જ્ઞાતિ પ્રત્યમનિત અપમાનીત કરીને તમને અહીં રહેવા નથી દેવા તેવું કહીને ધમકી આપી હતી જે ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ.ઝાલા અને તેની ટીમે આરોપી પાંચાભાઇ ઉર્ફે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ આદ્રોજા (35), ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા (30), દીપક લક્ષ્મણભાઈ આદ્રોજા (31), ભાનુબેન દીપકભાઈ આદ્રોજા (40), જગદીશ લક્ષ્મણભાઈ આદ્રોજા (45), આરતીબેન પ્રવીણભાઇ આદ્રોજા (26), હસમુખભાઈ વેરસીભાઈ ચોવસિયા (45), હીરાબેન હસમુખભાઈ ચોવસિયા (39) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રહે. બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળાને પકડીને પોલીસે તેની સામે કાર્યવાહી કરેલ છે.




Latest News