મોરબીના વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં ઠેરઠેર આવકાર-આશીર્વાદ મોરબીના લાતી પ્લોટના કારખાનામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ: મોટું નુકશાન મોરબીમાં વહેલી સવારે કામ ઉપર જતા વૃદ્ધનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિય સહિતના આગેવાનો જોડાયા માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત


SHARE













ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત

મોરબી ટંકારા હાઇવે રોડ ઉપર વીરપર ગામ પાસે આવેલા પંપ નજીકથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે પાછળથી તેના બાઈકને ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગોકળદાસ પ્રાગજીના જીનની પાછળની ભાગમાં મોર ભગતની વાડી ખાતે રહેતા ગૌતમભાઈ ગોવિંદભાઈ પરમાર (42ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ડિઝાયર ગાડી નં. જીજે 3 ઇઆર 7269 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, મોરબી ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે એલપીજીના પંપની સામેના ભાગમાંથી તેઓના પિતા ગોવિંદભાઈ જીવાભાઇ પરમાર (૭૦) બાઇક નં. જીજે 3 એચડી 9743 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે તેના બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News