હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં
મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા યુવાને અલગ અલગ સમયે ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે તેની પાસેથી પાંચ કોરા ચેક લઈ લેવામાં આવ્યા હતા અને વ્યાજના વધુ રૂપિયા માટે અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ગોબર્ધનભાઈ પેન્થોઇ જાતે રાજપૂત (29) એ જયેશભાઈ વિનોદભાઈ કાનાબારની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન પાસે જય ગારમેન્ટ નામની દુકાને તે હતો ત્યારે આરોપીએ અલગ અલગ સમયે ઊંચા વ્યાજે નાણા આપ્યા હતા અને બળજબરીપૂર્વક તેની પાસેથી પાંચ કોરા ચેક લઈ લીધા હતા અને આરોપીએ વ્યાજના વધુ રૂપિયા લેવા માટે અવારનવાર પઠાણી ઉઘરાણી કરી હતી અને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને પીએસઆઇ સી.એમ.કરકર દ્રારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.