ટંકારાના બંગાવડી નજીક પાણી પુરવઠા બોર્ડના પડતર ક્વાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન
SHARE
મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન
મોરબીના પાનેલી ગામે ફાટસર પાટી તરીકે ઓળખાતી સીમમાં યુવાનના પિતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે જેમાં કપાસ તેમજ ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે જે ખેતરમાં ભેંસો સહિતના ઢોરને ચરાવવા મૂકી દીધી હતી જેથી ખેતરમાં ઉભા પાકના છોડને તથા પાકને નુકસાન થયું છે અને ખેતરમાં ભેલાણ કર્યું છે જેથી ભોગ બનેલા ખેડૂત દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે માલધારીની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા અને ખેતીનું કામ કરતા મહાદેવભાઇ ડાયાભાઈ ડાભી (36) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુન્નાભાઈ રાણાભાઇ ભરવાડ રહે. પાનેલી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પાનેલી ગામની ફાટસર પાટી તરીકે ઓળખાતી સીમમાં તેઓના પિતા ડાયાભાઈ રવજીભાઈ ડાભીના નામની માલિકીની ખેતીની ચાર વીઘા જમીન આવેલ છે જેમાં તેઓએ ચાલુ વર્ષે કપાસ અને ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં હજુ સુધી વીણ કર્યા વગરનો પાક ઉભો હતો દરમિયાન આરોપીએ તેના નાના મોટા 15 જેટલા ભેંસ સહિતના માલઢોરને ચડવા માટે મૂકી દીધા હતા જેથી કરીને ખેતીના પાકને નુકશાન થયું છે અને ખેતરમાં ભેલાણ કર્યું છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે