મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વાડીઓમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સ પકડાયા


SHARE







ટંકારાના ગજડી ગામે વાડીઓમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સ પકડાયા

ટંકારાના ગજડી ગામે વાડીઓમાં ખેડૂતો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પાથરવામાં આવેલ કોપર પટ્ટી કેબલ વાયર આશરે 2025 ફૂટ જેટલો ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 74,925 ની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવા અંગેની ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે હાલમાં બે આરોપીની ચોરાઉ વાયર સાથે ધરપકડ કરેલ છે.
 
ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા વિનોદભાઈ હીરાભાઈ ડાંગર (50)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે ગજડી ગામની સીમમાં અલગ અલગ વાડીઓમાં ફરિયાદી તથા સાહેદો દ્વારા પાથરવામાં આવેલ કોપર પટ્ટી કેબલ વાયરમાંથી 2025 ફૂટ જેટલા કોપર વાયરની ચોરી કરવામાં આવે છે જેવી કિંમત 74,925 જેટલી થાય છે અને આ કોપર વાયરની ચોરી સંદર્ભે ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

તેવામાં ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પ્લાસ્ટિકના બાચકામાં કોપર વાયર ભરીને બાઈક ઉપર બે શખ્સ નીકળ્યા હતા જેને રોકીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી તે શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આ બંને શખ્સો પાસેથી મળી આવેલ કોપર વાયર તેણે ગજડી ગામે અલગ અલગ વાળી વિસ્તારમાંથી ચોરી કર્યો હોવાનું સામે આવ્યું હતું

જેથી પોલીસે 12,500 ની કિંમતનો 25 કિલો કોપર વાયર, 25,000 ની કિંમતનું બાઈક નંબર એમપી 45 એમયુ 7921 અને જુદી જુદી કંપનીના ત્રણ મોબાઇલ ફોન જેની કિંમત 15,000 રૂપિયા આમ કુલ મળીને 52,500 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે અને આરોપી પારસીંગ મંગુભાઈ ડામોર (34) અને અનિલભાઈ ગુમાનભાઈ પસાયા (24) રહે. બંને હાલ ગજડી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News