મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા


SHARE











મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ધર્મસભા પણ યોજાઇ હતી. ત્યારબાદ તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેનો હજાર લોકોએ લાભ લીધેલ હતો.

મોરબી નજીકના શારદાનગર ગામની બાજુમાં આવેલ જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવનું આયોજન કર્યું હતું અને આ ધાર્મિક પ્રસંગના મુખ્ય યજમાન જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા તેમજ સહ યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરા હતા અને યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી.

આજે પાળેશ્વર મહાદેવ મંદિર બુધવારે ધર્મસભા યોજાઇ હતી જેમાં બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યાર બાદ બપોરે 12:00 કલાકે મહાઆરતી યોજાઇ હતી અને ત્યાર પછી અંદાજે 4 હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.






Latest News