મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી


SHARE









મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી યુવાનને ઇજા થઈ હતી અને તે ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની પોલીસે જણા કરવામાં આવી હતી.

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ હુશૈની લોજ નજીક રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં ઇદ્રીશ જુમાભાઈ આંબલીયા (24) રહે.વીસીપરાને ઈજા થઈ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

બાઈકની ચોરી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટી શેરી નં-1 માં રહેતા શૈલેષભાઈ ચતુરભાઈ ચીખલીયા (42)એ અજાણ્યા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે, મિલન પાર્કમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 બીએ 0947 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગારની રેડ

મોરબીમાં કબીર ટેકરીના નાલા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ફારુકભાઈ તૈયબભાઈ ચાનીયા (40) રહે. કબીર ટેકરી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ શખ્સ રાજેશભાઈ રહે. વાવડી રોડ મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના ચાંચાપર ગામ પાસે આવેલ નિશા પોલિપેક ખાતે મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત થયેલા સુદામા સુભાષભાઈ રાજબર નામના 21 વર્ષના યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના જેતપર રોડ રંગપર ગામ પાસેની બ્રિલિયન્ટ કંપનીની અંદર લેબર ક્વાર્ટર ખાતે મારામારી બનાવમાં ઈજા થતા વિનોદ ભુરેશસિંગ નાયક (31) અને દિલીપ હોશિયારસિંગ નાયક (26) ને ઇજાઓ થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા




Latest News