મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને માર માર્યો


SHARE









મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને માર માર્યો

મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાન ધારવતો યુવાન તેની દુકાને હતો ત્યારે જુના ઝઘડાનો ખાર રાખીને એક શખ્સ તેની દુકાને આવેલ હતો અને ત્યાં યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પડતા દુકાનમાં આવેલા શખ્સે તેને પેટ તથા પગના ભાગે ધોકા વડે મારમારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નં-1 માં રહેતા ભાવિકભાઈ પ્રદીપભાઈ પરમાર (31) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિરેનભાઈ નંદલાલભાઈ ધામેચા રહે. મીરાપાર્ક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં ત્રિકોણ બાગ પાસે જેપી માર્કેટમાં તેની ભાવિક ટેલિકોમ નામની દુકાન આવેલી છે અને તે પોતાની દુકાને બેઠો હતો ત્યારે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને આરોપી તેની દુકાને આવેલ હતો અને ત્યાં ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ તેને લાકડાના ધોકા વડે ડાબા પગ તથા પેટના ભાગે મારમારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યા સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવતી સારવારમાં

મોરબીની સર્વોપરી સ્કૂલ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની જીજ્ઞાશાબેન મહોબતસિંહ રાઠોડ નામની ૧૯ વર્ષીય યુવતી કોઈ કારણોસર દવા પી ગઈ હોય તેને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ તપાસ કરી હતી.જ્યારે મૂળ મધ્યપ્રદેશના અને મોરબીના રાજપર ગામે રહેતા ચિમલીયાભાઈ સુમલાભાઈ વસુનીયા નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને નીચી માંડલ ગામ પાસેથી જતો હતો ત્યાકે નાયરાના પંપ પાસે અચાનક ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થતા તેને ઇજા થઈ હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News