મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી કલીનીક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી કલીનીક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો
મોરબી તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ પણ બોગસ ડોક્ટર ઝડપાયા છે તેવામાં વધુ એક બોગસ ડોક્ટરને તાલુકા પોલીસે મોરબી નજીકના લક્ષ્મીનગર ગામેથી પકડ્યો છે અને તે ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો જેથી કરીને હાલમાં તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરીને બોગસ ડોક્ટરને પકડીને 8,139 ની કિંમતનો દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આવેલ અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિક આવેલ છે ત્યાં જે વ્યક્તિ દ્વારા દર્દીઓને દવાઓ આપવામાં આવતી હતી તેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાની વિગતો ધ્યાન ઉપર આવી હતી જેથી કરીને તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી શ્રીરામ ક્લિનિકમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વગર દર્દીઓને એલોપેથિક દવા આપીને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 8,139 ની કિંમતનો દવાનો જથ્થો કબજે કર્યો હતો અને ડિગ્રી વગરના ડોક્ટર હિતેશ કાનજીભાઈ કારાવડીયા (42) રહે. બ્લોક નંબર 502 ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ કેનાલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ 30, 33 ની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.