મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના બંગાવડી ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE













ટંકારા તાલુકાના બંગાવડી ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી જિલ્લામાં જાણે કે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી જુદા જુદા વિસ્તારની અંદર રેડ કરીને પોલીસ દ્વારા બોગસ ડોક્ટરોને પકડવામાં આવી રહ્યા છે તેવામાં ટંકારા તાલુકાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનુ ખોલીને એલોપેથીક દવા આપી લોકોની સારવાર કરતા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ટંકારા પોલીસે પકડીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા ત્રણ દિવસથી મોરબી શહેર ના જુદા જુદા વિસ્તારોની અંદર બોગસ ડોક્ટરોને શોધવા માટે થઈને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકામાંથી એક અને મોરબી શહેરી વિસ્તારમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા હતા જેથી કરીને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે ચારેલ ને મળેલ હકીકત આધારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનુ ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરતા ડો. જે. કે. ભીમાણી ને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર એલોપેથીક દવા આપીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું જોકે દર્દીની સારવાર કરી રહેલા જે.કે. ભીમાણી પાસે કોઈપણ ડિગ્રી ન હોવા છતાં પણ તે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો મળીને 1,36,486 ની કિંમતનો મુદાબલ કબજે કર્યો હતો અને આરોપી જયકિશનભાઇ કાંતિભાઈ ભીમાણી જાતે પટેલ (32) રહે. ઇન્દ્રપ્રસ્થ ટંકારા મૂળ રહે. જબલપુર વાળા ની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસનર એકટની કલમ 30, 33 હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News