વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ભૂરા હોટલ એન્ડ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બેની ધરપકડ: બે શખ્સની શોધખોળ


SHARE







મોરબી નજીક આવેલ ભૂરા હોટલ એન્ડ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બેની ધરપકડ: બે શખ્સની શોધખોળ

મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સ્પામાં અનૈતિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી અને બે શખ્સોના નામ સામે આવ્યા હોય આ ચારેય શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવાને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા પાછળ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે આવેલ ભુરા સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર સ્પાના સંચાલકો દ્વારા આર્થિક લાભ માટે થઈને બહારથી રૂપ લલનાઓને બોલાવીને ત્યાં આવતા ગ્રાહકોને બોડી મસાજની આડમાં શરીર સુખ માણવા માટેની સુવિધાઓ આપતા હોય અને કુટણખાનું ચલાવતા હોય તેવી વિગતો સામે આવી હતી જેથી કરીને સ્થળ ઉપરથી બી ડિવિઝન પોલીસ દ્વારા પંકજ રમેશભાઈ રાઠવા (24) રહે હાલ ભુરા સ્પા એન્ડ હોટલ મોરબી મૂળ રહે. છોટા ઉદેપુર તથા નારણભાઈ પરસોત્તમભાઈ સીતાપરા (36) રહે ઉમિયા નગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની પ્રાથમિક પુછપરછ દરમિયાન વિજય ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ રહે. મોરબી તથા હિતેશ ભદ્રૈયા રહે. હાલ ભુરા હોટલ એન્ડ સ્પા ક્રિષ્ના ચેમ્બર મોરબી મૂળ રહે. પોરબંદર વાળાઓના નામ સામે આવ્યા હોય ચારેય સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની 1956 ની કલમ 3 (1), 4, 5 (1)(એ), 5 (1)(ડી), 6 (1) (બી) મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News