માળીયા (મી)ના ખાખરેચી ગામના માલધારીઓએ ચરાવવા આપેલ 50 પૈકી 14 ગાય પરત ન આપીને પિતા-પુત્રે કર્યો વિશ્વાસઘાત
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામના માલધારીઓએ ચરાવવા આપેલ 50 પૈકી 14 ગાય પરત ન આપીને પિતા-પુત્રે કર્યો વિશ્વાસઘાત
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપેલ હતી જે પૈકીની 14 જેટલી ગાયો પછી આપેલ નથી જેથી કરીને માલધારીઓની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા માલધારી દ્વારા બે શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયાર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાકભાઈ આમીનભાઈ લધાણી અને આમીનભાઈ કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલી તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની માલિકીની 20 ગાય તેમજ સાહેદ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને આપી હતી જે પૈકીની ફરિયાદીની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય આરોપીઓએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ભારતીય ન્યાય સહીંતા 2023 ની કલમ 316 (5), 54 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.