મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર-માળિયા તાલુકામાં ત્રણ સ્થળે દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડ: 950 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE









વાંકાનેર-માળિયા તાલુકામાં ત્રણ સ્થળે દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડ: 950 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેર અને માળિયા તાલુકા વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 930 લિટર આથો મળી આવ્યો હોય પોલીસે મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીઓ હાજર મળી આવેલ ન હોવાથી તેની સામે ગુના નોંધીને ત્રણ શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની બાજુમાં ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 650 લિટર આથો મળી આવ્યો હતો તેમજ 50 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કુલ મળીને કુલ મળીને 27,800 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી વિપુલ રાઘવભાઈ ડાભી રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આંથો મળી આવતા 5000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મુદ્દામાલ ઇમરાન રાયબભાઈ જેડા રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે માળીયા મીયાણા નજીક આવેલ મોવર ટીંબા વાંઢ વિસ્તારમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 2500 ની કિંમત કબજે કર્યો હતો અને આ માલ સલીમ મહમદભાઈ સંધવાણી રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News