મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક સીએનજી રીક્ષાને બોલેરોના ચાલકે હડફેટ  સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE









મોરબી નજીક સીએનજી રીક્ષાને બોલેરોના ચાલકે હડફેટ  સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામના પાટીયાથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના ભાગમાં સીએનજી રીક્ષાને બોલેરો ગાડીના ચાલકે હડફેટ લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને માથા, પગ તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ગાડીને ચાલાક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા રફીકભાઈ આમદભાઈ ચાનિયા (44)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0171 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામથી પીપળીયા ચાર રસ્તા વચ્ચેના ભાગમાં જીઇબીની ઓફિસની નજીકથી તેઓનો ભત્રીજો સોહિલ સલીમભાઈ ચાનીયા (37) રહે. લૂંટાવદર વાળો સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2568 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેની રીક્ષાને હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં સોહિલ ચાનીયાને માથા, પગ તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી. મિશ્રા ચલાવી રહ્યા છે




Latest News