મોરબીના અન્સ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજાયા
મોરબીમાં પાણીના ટાંકામાં બેસીને પાણી માટે અનશન કરનારા આધેડના ધારાસભ્ય-કમિશ્નરે પારણા કરાવ્યા
SHARE
મોરબીમાં પાણીના ટાંકામાં બેસીને પાણી માટે અનશન કરનારા આધેડના ધારાસભ્ય-કમિશ્નરે પારણા કરાવ્યા
મોરબીની પંચવટી સોસાયટીમાં પાણી આવતું ન હતું જેથી કરીને એક આધેડ દ્વારા તેમના ઘરના પાણીના ટાંકામાં બેસીને અનશન આંદોલન બુધવારે સવારથી શરૂ કર્યું હતું ત્યાર બાદ આ સોસાયટીની મહિલાઓ સહિતના લોકો ગુરુવારે મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને પાણી આપોના પોકાર સાથે રામધૂન બોલાવી હતી. અને બપોર પછી મોરબીની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આધેડના ઘરે પહોચ્યા હતા અને ત્યાર બાદ આધેડના ધારાસભ્ય તેમજ કમિશ્નરે પારણા કરાવ્યા હતા અને આધેડને પાણીનો પ્રશ્નો કાયમી ધોરણે ઉકેલવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો.
મોરબીમાં પ્રાથમિક સુવિધા માટે લોકો હેરાન થાય છે અને પાણી માટે આંદોલન કરવા પડે તેવી સ્થિતિ આજની તારીખે મોરબીમાં છે તેવામાં મોરબીમાં આવેલ કન્યા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી-2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું ન હતું જેથી તેઓએ તા. 13 અને 20 ના રોજ રજુઆત કરેલ હતી. તો પણ પાણી ન મળતા બુધવારે સવારથી તેઓએ પોતાના જ ઘરની અંદર રહેલ પાણીના ખાલી ટાંકામા અંદર બેસીને અનશન શરૂ કર્યા હતા.
ત્યાર બાદ ગુરુવારે સોસાયટીની મહિલાઓ સહિતના લોકો મહાપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં કમિશનર કે પછી અન્ય અધિકારી જે તે સમયે હાજર ન હતા જેથી કરીને રોષે ભરાયેલ મહિલાઓ સહિતના લોકોએ પાણી આપોના નારા લગાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી આટલું જ નહીં ચેતનભાઈ મનસુખભાઈ ભીલા છેલ્લી 24 કલાકથી પાણી માટે અનશન ઉપર બેઠેલ છે જેથી આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાશે તેવી લેખિતમાં ખાતરી આપવાની માંગ કરી હતી જેથી ડેપ્યુટી કમિશ્નર કુલસીપસિંહ વાળાએ તાત્કાલિક સિટી ઇજનેરને સ્થળ ઉપર મોકલાવ્યા હતા.
ત્યાર બાદ સાંજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અનશન ઉપર બેઠેલા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાના ઘરે પહોચ્યા હતા અને તેઓનો પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી ત્યાર બાદ તેને સાથે રાખીને ધારાસભ્ય મોરબી મહાપાલિકા કચેરીએ પહોચ્યા હતા ત્યારે ધારાસભ્ય અને કમિશ્નરના હસ્તે ચેતનભાઈ ભીલાના પારણા કરાવ્યા હતા અને તેઓની સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ઉકેલાય તેના માટે કામચલાઉ અને કાયમી ઉકેલ કાઢવામાં આવેલ છે તે આધેડને લેખિતમાં ખાતરી આપવામાં આવેલ છે. અને હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો.