મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ટોકન સાથે જુગાર રમતા શખ્સો ચીલ્લર સાથે પકડાયા !: વાંકાનેર તાલુકામાં વાડીએ જુગાર રમતા 4 શખ્સો 9.71 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ફરાર


SHARE







ટોકન સાથે જુગાર રમતા શખ્સો ચીલ્લર સાથે પકડાયા !: વાંકાનેર તાલુકામાં વાડીએ જુગાર રમતા 4 શખ્સો 9.71 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ફરાર

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતો જો કે, પોલીસે સ્થળ ઉપરથી ચાર શખ્સોની ધરપકડ કરી છે અને પાંચ શખ્સો ત્યાંથી નાશી ગયા હતા. હાલમાં પોલીસે રોકડ અને વાહન મળીને 9.71 લાખનો મુદામાલ કબજે કરેલ છે તેમજ સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના જુદાજુદા કલરના ટોકન પણ કબજે કરવામાં આવેલ છે. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોટડાનાયાણી ગામે રહેતા પરાક્રમસિંહ હાલુભા જાડેજાની વાડીમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે તેની વાદીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીમા આવેલ ઓરડી નજીક પોલીસ પહોચી ત્યાં અંદર બેઠેલા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતી અને કેટલાક શખ્સો તકનો લાભ લઈને ત્યાંથી નાશી ગયા હતા જો કે, પોલીસે સ્થળ ઉપરથી પરાક્રમસિંહ હાલુભા જાડેજા (45) હે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર, ફેજલભાઈ આરીફભાઈ ગલેરીયા (31) રહે, જંગલેશ્વર, નિલમ પાર્ક બંધ સોસાયટી રાજકોટ, ડાડામીયા મહોમંદમીયા પીરજાદા (33) રહે. હાલ જંગલેશ્વર ભવાની ચોક પાસે રાજકોટ મુળ રહે. હડાળા, નૈમીષભાઈ ધીરેંદ્રભાઈ માણેક (31) રહે. રૈયા રોડ ગાંધીગ્રામ-1 રાજકોટ વાળા મળી આવ્યા હતા જો કે, પોલીસે રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતી અને તે સમયે તકનો લાભ લઈને વિપુલભાઈ ઉર્ફે જાંબુ રહે. રાજકોટ, જાવેદ મેમણ રહે. રાજકોટ, ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઇકો વાળા, વિપુલભાઈ ઉર્ફે જાંબુ સાથે રાજકોટથી આવેલા બે અજાણ્યા શખ્સ નાશી ગયેલ છે જેથી કરીને પોલીસે કુલ નવ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. હાલમાં જે આરોપીઓ પકડાયેલ છે તેની પાસેથી પોલીસે 6810 રોકડા તેમજ 9.65 લાખ રૂપિયાની કિંમતના પાંચ વાહનો જેમાં એક સ્કૂટર, બે બાઇક અને બે કારનો સમાવેશ થયે છે તે મળીને 9,71,810 નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ સ્થળ ઉપરથી અલગ અલગ ગુલાબી, લીલો, પીળો, સફેદ કલરના પ્લાસ્ટીકના 174 ટોકન અને બે ઘોડી ના પાસા મળી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે જુગારની રેડ કરીને જે શખ્સોને પકડવામાં આવેલ છે તેમાંથી કેટલાક રાજકોટના છે અને નાશી ગયેલા શ્ખ્સોમાં પણ રાજકોટના શખ્સોનો સમાવેશ થાય છે તો શું રાજકોટથી ચિલ્લર લઈને જુગાર રમવા માટે આ શખ્સો આવ્યા હશે ? તે તપાસનો વિષય છે અને જુગારની રેડમાં નજીવી રોકડ રકમ પકડાયેલ છે જો કે, કુલ રકમ લાખોમાં દર્શાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસ બેડામાં અનેક તર્કવિતર્ક થવા લાગેલ છે.






Latest News