મોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE






મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો
76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અખંડભારતને વિશ્વગુરુ બનાવવા તેમજ સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપાવવા શાળાના શિક્ષક સંજય બાપોદરિયા અને ચિરાગ ગામી દ્વારા પૂર્વતૈયારી કરવામાં આવી હતી અને શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા તેમજ શિક્ષક ભાઈઓ બહેનોએ સહભાગીતા દાખવી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.


