વિડીયો વાઇરલ થતાં કાર્યવાહી: મોરબીમાં પેન્ટ કાઢીને બીભત્સ ચેનચાળા કરનાર શખ્સની ધરપકડ
મોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ
SHARE






મોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ
મોરબીની હરિગુણ સોસાયટીમાં ફિટનેસ વુમન ગ્રુપ-2 દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પતંજલિ યોગા ટીચર ભારતી રંગપરિયા, ગુજરાત યોગ બોર્ડના સુપરવાઈઝર વાલજીભાઈ ડાભી, યોગા ટ્રેનર કાજલબેન આદ્રોજા દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશેષ અર્ચનાબેન સિંહ (જામનગર યોગ કોચ) પણ ઉપસ્થિત રહ્યા હતા. અને યોગાના સાધકો ઉપરાંત હરિગુણ સોસાયટીના 200 જેટલા ભાઈઓ અને બહેનો ભેગા મળીને પ્રજાસતાક દિનની યોગમય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું ચાલન અને વ્યવસ્થાપન મહાદેવભાઈ રંગપરિયાએ કર્યું હતું.


