મોરબીમાં લારી-ગલ્લા અને નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા તેમજ બાબા સાહેબની પ્રતિમા પાસે સફાઇ રંગરોગાનની કોંગ્રેસ દ્રારા માંગ
27-01-2025 02:02 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીમાં લારી-ગલ્લા અને નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા તેમજ બાબા સાહેબની પ્રતિમા પાસે સફાઇ રંગરોગાનની કોંગ્રેસ દ્રારા માંગ
મોરબીમાં દબાણ હટાવની કામગીરીથી લારી-ગલ્લા અને નાના ધંધાર્થીઓને મુશ્કેલી ન રહે તે માટે તેઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તે ઉપરાંત તાજેતરમાં જે રીતે શહેરના મુખ્ય ચોકમાં આવેલા સર્કલ ખાતે સાફ-સફાઈ અને રંગરોગ અને પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.તે રીતે જ મોરબી પાલિકાના પટાંગણમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પણ સફાઇ તેમજ રંગરોગાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.તે લોક સુખાકારી માટે ખૂબ જ સારી વાત છે.પરંતુ ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓને તેમજ લારી ગલ્લાવાળાઓને આત્મનિર્ભર થવા માટે લોન આપે છે. એવા ઘણા લોન લીધેલા ધંધાવાળા મોરબીની અંદર લારી લઈને બેઠા હતા.જેને હટાવવામાં આવ્યા છે.તો હાલ એમની પરિસ્થિતિ સરકાર દ્વારા આપવામાં આવેલ લોન ધંધો બંધ હોવાથી ભરી શકે તેમ નથી.તેથી તાત્કાલિકના ધોરણે મોરબી શહેરની અંદર મોરબી મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા અને નાના ધંધાર્થીઓ માટે ચોકકસ જગ્યાઓ ફાળવવામાં આવે જેથી કરીને તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે તેવી માંગ કોંગી આગેવાન સુરપાલસિંહ જાડેજાએ કરેલ છે.
તેમજ મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તથા તે જગ્યાની આસપાસ સાફસફાઈ કરી રંગરોગાન કરવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસે કરેલ છે.મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા આવેલ છે.જે પ્રતિમા તથા તેમની ફરતે આવેલ જગ્યાની સાફસફાઈ કરી રંગરોગાન કરવાની ખૂબ જ જરૂરીયાત છે.મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ અંદાજીત ઓગણીસ પ્રતિમાઓને રીનોવેશન કરી રંગરંગાન કરવામાં આવતું હોય ત્યારે મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિને પણ સાફસફાઈ પણ કરવામાં આવેલ ન હોય ક્યાંકને કયાંક ભેદભાવ રાખવામાં આવી રહેલ હોય તેવું જોવા મળેલ છે.જેથી ઉપરોક્ત બાબતે ગંભીર નોંધ લઈ તાત્કાલીક ધોરણે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તથા તેમની જગ્યામાં સાફસફાઈ કરી રંગરોગાન કરવાની ઘટીત કાર્યવાહી કરવામાં આવે તેવી કમીશ્નર સમક્ષ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માંગ કરેલ છે.