મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર બે રેડ: 2200 લીટર આખો, 410 લીટર દારૂ સાથે બે પકડાયા, મહિલની શોધખોળ


SHARE











મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર બે રેડ: 2200 લીટર આખો, 410 લીટર દારૂ સાથે બે પકડાયા, મહિલની શોધખોળ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં એલસીબી ની ટીમ દ્વારા જુદી જુદી બે જગ્યા ઉપર દેશી દારૂની ભઠ્ઠીએ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 2000 લીટર આખો તથા 410 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલને કબજે કરવામાં આવ્યો છે અને બે શખ્સોને પકડવામાં આવ્યા હતા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા બે ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામના અવાડા પાસે રહેતા કિસન પનારાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1800 લીટર આથો તથા 230 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 95,100 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી કિશન છગનભાઈ પનારા (25) રહે. ત્રાજપર શેરી નંબર એક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેના માતા સવિતાબેન છગનભાઈ પનારા (47) રહે. ત્રાજપર શેરી નંબર એકનું પણ નામ સામે આવ્યું હોય બંનેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે દેશી દારૂની બીજી ભઠ્ઠી ત્રાજપર એસ્સાર ના પંપની પાછળ ભરવાડ સમાજની વાડી પાસે રહેતા રમેશ ટીડાણીના ઘરમાં ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આખો તથા 180 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવતા અન્ય મુદ્દા માલ સહિત 44,700 ની કિંમતનો માલ કબજે કર્યો હતો અને આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી (22) રહેત ત્રાજપર એસ્સાર પંપની પાછળ ભરવાડ સમાજની વાડી પાસે મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

દારૂની નાની વીસ બોટલ સાથે એક પકડાયો
મોરબીના રવાપર ગામે સરદાર પટેલ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 20 બોટલો મળી આવી હતી જેથી 3000 રૂપિયાની કિંમતથી દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રમિઝખા નુરખા સીપાઈ (37) રહે. કાલિકા પ્લોટ શેરી નંબર એક મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News