મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના સમલી ગામ પાસે આઇસર ચાલકે ઠોકર મારતા છકડો રીક્ષા પલટી જવાથી યુવાનનું મોત


SHARE













હળવદના સમલી ગામ પાસે આઇસર ચાલકે ઠોકર મારતા છકડો રીક્ષા પલટી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના સમલી ગામે રહેતો યુવાન પોતાની છકડો રીક્ષા લઈને ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે તેની છકડો રીક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને રીક્ષા પલટી મારી ગઈ હતી અને અકસ્માતના બનાવમાં યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને આઇસર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સમલી ગામે રહેતા લીલાબેન કરમશીભાઈ મુંધવા (35) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર નંબર જીજે 36 ટી 4809 ના ચાલક ગોવિંદભાઈ નારુભાઈ મુંધવા રહે. સમલી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સમલી ગામથી ચરાડવ ગામ તરફ જવાના રસ્તા ઉપર હરેશભાઈ પટેલની વાડી સામેથી તેઓના પતિ કરમશીભાઈ સતાભાઈ મુંધવા (39) પોતાની છકડો રીક્ષા નંબર જીજે 3 વી 4262 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર વાહનના ચાલકે ફરિયાદીના પતિની છકડો રીક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને રીક્ષા પલટી મારી ગઈ હતી અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પતિને માથાસતથા શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર આરોપી પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News