મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં બે શખ્સોને પાસા હેઠળ કરાયા જેલ હવાલે


SHARE











મોરબીમાં બે શખ્સોને પાસા હેઠળ કરાયા જેલ હવાલે

સમગ્ર મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે અને દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા સમયાંતરે ધોંસ બોલાવવામાં આવે છે.તે દરમિયાન અગાઉ અનેક વખત દારૂ કેસમાં પકડાયેલા બે શખ્સો સામે પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી.જેને મંજૂરીની મહોર મારવામાં આવતા બંને ઈસમોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે પીઆઇ એન.એ.વસાવા દ્વારા બે શખ્સો સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે.જેથી હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવા દ્વારા દારૂમાં અનેક વખત પકડાયેલા અંકિત અરૂણભાઇ રાઠોડ (૩૩) રહે. શ્રદ્ધાપાર્ક શેરી નંબર-૪ નવલખી રોડ મોરબીને રાત્રિના ત્રણેક વાગ્યે પકડવામાં આવ્યો હતો અને તેને હાલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.તે રીતે જ અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મયુર બટુકભાઈ વાઘેલા (૩૭) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ સામેકાંઠે મોરબી-૨ ની વિરૂદ્ધ પણ પાસા દરખાસ્ત મંજુર થતા તેને પણ રાત્રિના ત્રણેક વાગ્યે પકડવામાં આવ્યો હતો અને હાલ તેને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સ્ટાફ પાસેથી જાણવા મળેલ છે.આ કામગીરી પીઆઇ એન.એ.વસાવા તેમજ સ્ટાફના જગદીશભાઇ ડાંગર, જયપાલભાઇ લાવડીયા, પ્રદિપસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવી, અજયસિંહ રાણા, વિપુલભાઇ ગગુભાઇ, રાજપાલસિંહ રામદેવસિંહ, સંજયભાઇ રાઠોડ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, મનોજભાઇ ગઢવી, પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓએ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા હાઇવે જુના નાગડાવાસ ગામે કૃષ્ણ મંદિરની પાછળના ભાગે રહેતા મેરામભાઇ ભાનુભાઈ કુવાડીયા નામનો ૩૨ વર્ષનો યુવાન બાઈકમાં જતો હતો.ત્યારે રામપર ગામના પાટીયે નાયરાના પંપ નજીક તેના બાઈકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું. જેથી કરીને મેરામભાઇ કુવાડીયાને ઈજા થતા શહેરની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

રીક્ષા પલ્ટી જતા ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા જીગ્નેશભાઈ ભીમાણી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા પામેલ હાલતમાં અત્રે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીની લીલાપર ચોકડી પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં જીગ્નેશભાઈ ભીમાણીને ઇજા થતા ૧૦૮ વડે તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલા છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News