મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું


SHARE













હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું

રાજ્યની સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળા હળવદમાં આવેલ છે અને પીએમશ્રી પે.સે. શાળા ખાતે અંદાજે ૧૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે બની રહેલ ૮૦-૩૫ ફૂટની લંબાઈ-પહોળાઈ ધરાવતા નવ નિર્મિત પ્રાર્થના હોલ માટે વિવિધ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો જેમાં સૌથી મોટો આર્થિક સહયોગ શાળાના શિક્ષિકા જાગૃતિબેન જોબનપુત્રાના પ્રયત્નોથી મળેલ છે અને 7 લાખ રૂપિયા ત્રીભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા (દાસ બાપા પરિવાર), શાળા નંબર-૪ ના સર્વ શિક્ષક પરિવાર તરફથી 5.51 લાખ રૂપિયા, 2.11 લાખ રૂપિયા મહાદેવનગર હળવદના નિવાસી સ્વ.રણછોડભાઈ ત્રિભોવનભાઈ પારેજીયાના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી અને 31 હજાર રૂપિયા ધર્મેન્દ્ર ચમનલાલ ગોઠી હળવદ વાળે આપેલ છે જેથી શાળાના આચાર્ય રમેશભાઈ હડિયલ તથા શાળા પરિવારે સર્વ દાતાઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.






Latest News