હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું
મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
SHARE
મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં.૧૪ સ્થિત ગાયત્રી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ઓઝા (એડવોકેટ)એ જણાવ્યુ છે કે, ગત વસંત પંચમીના દિવસે ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્રારા ૧૨ બટુકોને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે ૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ હતો. ત્યાર બાદ બપોરે ૩ કલાકે આનંદનો ગરબો અને સાંજે ૫:૩૦ કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ માટે સંસાથના પ્રમુખ જગદીશભાઈ ઓઝા, મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઇ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.