વાંકાનેરમાં ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી કરનાર આરોપી ઝડપાયો
SHARE







વાંકાનેરમાં ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી કરનાર આરોપી ઝડપાયો
વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 50,300 ની કિંમતનો મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરેલ છે.
વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાની (36)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓના ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ઘરના દરવાજાનું તાળું તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા 10,000 રૂપિયા અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 50,300 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી તેવામાં વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, બ્રહ્મસમાજ સોસાયટીમા ચોરી કરનાર આરોપી અમરસર ફાટક પાસે છે જેથી ત્યાં જઈને પોલીસે શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ શેખ (25) રહે. નાગોરીવાસ મસ્જીદની સામે ચન્દ્રોડા ગામ તાલુકો બેચરાજી વાળાને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બે મોબાઇલ, રોકડા રૂપીયા 10,200 મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી સાથે વસીમ ઉર્ફે લધો સલીમભાઈ પઠાણ નામનો શખ્સ સંડોવાયેલ હોવાનું માહિતી સામે આવેલ છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

