માળીયા (મી) નજીક બોલેરો ગાડીના ચોરખાનામાંથી દારૂની 232 બોટલો મળી !: બે શખ્સની 5.51 લાખના મુદામાલ સાથે ધરપકડ
SHARE
માળીયા (મી) નજીક બોલેરો ગાડીના ચોરખાનામાંથી દારૂની 232 બોટલો મળી !: બે શખ્સની 5.51 લાખના મુદામાલ સાથે ધરપકડ
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી ચેકપોસ્ટ પાસેથી રાત્રિના સમયે બોલેરો ગાડી પસાર થઈ હતી ત્યારે તે બોલેરો ગાડીને સ્થાનિક પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે બોલેરો ગાડીની સાઈડમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 232 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો તથા બોલેરો ગાડી મળીને 5,51,042 થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણીને ધ્યાને રાખીને વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી ચેકપોસ્ટ પાસેથી પસાર થતા વાહનોને ચેક કરવામાં આવતા હતા તેવામાં ત્યાંથી પસાર થઈ રહેલ બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 1992 ને રોકવા માટે થઈને ઈશારો કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે ગાડીને ઉભી રાખી હતી અને ત્યારે બોલેરોની અંદર બેઠેલા બે શખ્સોને નીચે ઉતારીને ગાડીના ઠાઠાના ભાગને ચેક કર્યો હતો ત્યારે ત્યાં બનાવવામાં આવેલ ચોર ખાના મળી આવ્યા હતા જેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવી હતી
જેથી માળીયા પોલીસે દારૂની કુલ મળીને 232 બોટલો જેની કિંમત 2,51,042 તથા 3 લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી આમ કુલ મળીને 5,51,042 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને હાલમાં આરોપી દશરથભાઈ હરકનભાઈ ખાંભલા રહે. રામપુરા ધાનેરા જિલ્લો બનાસકાંઠા તથા બાબુભાઈ જીવનજી ભાડચા રહે. જાલડા રાનીવાડા જાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરે છે અને આ બંને શખ્સની સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આ અંગેની આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને બોલેરો ગાડીમાંથી મળી આવેલ દારૂની બોટલો ગાડીમાં ક્યાંથી ભરવામાં આવી હતી અને ક્યાં આપવા માટે જઈ રહ્યા હતા તે દિશામાં હવે આગળની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.