વાંકાનેરની સિવિલ હોસ્પિટલના કવાર્ટરમાં રહેતા કર્મચારીની દીકરીએ અણધાર્યું પગલું ભર્યું
SHARE
વાંકાનેરની સિવિલ હોસ્પિટલના કવાર્ટરમાં રહેતા કર્મચારીની દીકરીએ અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેરમાં આવેલ સરકારી સિવિલ હોસ્પિટલના કવાર્ટરમાં રહેતા કર્મચારીની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારી ધીરૂભાઈ સરવૈયાની દીકરી અંકિતાબેન (24) એ તેઓના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.