મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ
મોરબીમાં યુવાને ઘર કંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું
SHARE







મોરબીમાં યુવાને ઘર કંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા નારણભાઈ લાભુભાઈ વરાણીયા (32) નામના યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસના હિતેશભાઇ મકવાણા કરી રહ્યા છે અને મૃતક યુવાનના પરિવારજન પાસેથી પોલીસને મળેલ માહિતી મુજબ ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું છે.જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
