મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો
વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું
SHARE
વાંકાનેરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી નિમિતે બર્ફાની બાબાનું આયોજન કરાયું
વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબા અમરનાથના દર્શનનું શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં વાંકાનેર શહેર વિસ્તારમાંથી ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધેલ હતો. અને બ્રહ્માકુમારીના બહેનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે શિવરાત્રીના દિવસે ત્યાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના બી.કે. શૈલા દીદી, સારિકા દીદી તથા વિધાલયમાં આવતાં સર્વ ભાઈ બહેનો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ દર્શનનું આયોજન કરાયું હતું અને ત્યારે સ્વર્ણિમ ભારત શોપિંગ મોલ, જલધારા, શિવ શંકરની ઝાંખી, ત્રિવેણી સંગમ મહાકુંભ, મહાકાલ, અમરનાથ મહાદેવ તથા પ્રોજેક્ટર શો નું આયોજન કર્યું હતું