મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી બોર્ડની પરીક્ષનો પ્રારંભ: વિદ્યાર્થીઓને કલેક્ટર સહિતના અધિકારી-આગેવાનોએ પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા


SHARE









મોરબીમાં આજથી બોર્ડની પરીક્ષનો પ્રારંભ: વિદ્યાર્થીઓને કલેક્ટર સહિતના અધિકારી-આગેવાનોએ પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા

ગુજરાતમાં આજથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સહિતની તમામ સુવિધાઓ શિક્ષણ વિભાગ દ્વારા ચેક કરી લેવામાં આવી છે અને આજે પરિક્ષાના પહેલા દિવસે કલેક્ટર સહિતના અધિકારીઓ અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર આવકારવામાં આવ્યા હતા.

મોરબીના કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, પ્રવીણભાઈ અંબારીયા, ભાવેશભાઈ ભાલોડીયા અને શૈલેશભાઈ મેરજા સહિતના અધિકારીઓએ પરિક્ષાને લગતી તમામ વ્યવસ્થા ઊભી કરી દીધેલ છે અને આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે કલેકટર કે.બી.ઝવેરી મોએબીના શનાળા રોડે નવા બસ સ્ટેશન પાછળના ભાગમાં આવેલ ડીજેપી કન્યા વિધાલય ખાતે હાજર રહ્યા હતા અને તેઓને બોર્ડની પરીક્ષા આપવા માટે જતાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા હતા અને બોર્ડના વિદ્યાર્થીઓને તિલક કરીને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું આવી જ રીતે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર અધિકારી કે પછી આગેવાનો દ્વારા હાજર રહીને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને તેઓને પરીક્ષા માટે શુભકામનાઓ આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ધો. ૧૦ ની પરીક્ષા માટે દશ કેન્દ્રોના ૫૧ બિલ્ડીંગમાં કુલ ૧૩,૮૨૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪ કેન્દ્રોના ૨૭ બિલ્ડીંગમાં ૭૨૩૬ વિદ્યાર્થીઓ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ કેન્દ્રોના ૮ બિલ્ડીંગમાં કુલ ૧૭૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ ૧૭ કેન્દ્રોમાં ૮૬ બિલ્ડીંગમાં કુલ ૨૨,૮૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવું શિક્ષણ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે




Latest News