મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો


SHARE









મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં ગઇકાલે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા શિવ મંદિરોમાં ગઇકાલે વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના ભક્તો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી હતી ગઇકાલે શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવ ભક્તોએ શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જુદાજુદા શિવ મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી હતી. ખાસ કરીને શિવરાત્રીના દિવસે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તોએ ભાવ સાથે મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.




Latest News