મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે 28 હોસ્પિટલને ફાયર સેફટી બાબતે વધુ એક નોટીસ ફરકારી
દુર્ઘટના પહેલા જ તકેદારી: મોરબી જીલ્લામાં CWC ના ગોડાઉનમાં રાખેલ 2 લાખ ગુણી મગફળીની સલમતી માટે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી અને ફાયરની તમામ સુવિધા ઉપલબ્ધ
SHARE






દુર્ઘટના પહેલા જ તકેદારી: મોરબી જીલ્લામાં CWC ના ગોડાઉનમાં રાખેલ 2 લાખ ગુણી મગફળીની સલમતી માટે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી અને ફાયરની તમામ સુવિધા ઉપલબ્ધ
મોરબી જિલ્લામાં સીડબ્લ્યુસી દ્વારા વેરહાઉસ ની અંદર મગફળીનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે ત્યારે થાનમાં તાજેતરમાં જે આગ લાગવાની ઘટના બની છે તેવી ઘટના નું પુનરાવર્તન મોરબી જિલ્લામાં ન થાય તે માટે થઈને આજે મોરબી જિલ્લાના વાંકાનેર પાસે હસનપર નજીક જે ગોડાઉનો ભાડે રાખવામાં આવ્યો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તમામ સુવિધાઓથી ગોડાઉન સજ્જ હોય તેવું જોવા મળ્યું હતું.
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે મગફળીનો જથ્થો વેરહાઉસ માં રાખવામાં આવતો હોય છે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે સીડબ્લ્યુસી ના વેરહાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી અને તેના કારણે ગોડાઉનમાં મૂકવામાં આવેલી 25,600 ગુણી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી જેથી કરીને ગોડાઉનમાં મૂકવામાં આવતી મગફળીના જથ્થા સામે સલામતીને લઈને પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા તેવામાં મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ હસનપર ગામ પાસે અશ્વમેઘ નામના કારખાનાની અંદર જુદા જુદા ચાર ગોડાઉન આવેલ છે જેમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો છે અને આ ગોડાઉનમાં જે મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો છે તેમાં મોરબી તથા ટંકારા ખાતે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી તેનો જથ્થો મૂકવામાં આવ્યો છે.
આ ગોડાઉન માટે જવાબદાર કર્મચારી જતિનભાઈ મકવાણા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હાલમાં બે લાખ ગણી મગફળી અને સોયાબીનનો જથ્થો અશ્વમેઘ કારખાનામાં આવેલા ગોડાઉનની અંદર રાખવામાં આવ્યું છે અને તેની સલામતી માટે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને 24 કલાક સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવે છે તે ઉપરાંત કોઈ આગ અકસ્માતની ઘટના બને તો તાત્કાલિક બચાવ રાહતની કામગીરી થઈ શકે તે માટે ફાયર સેફ્ટીના સાધનોની પણ આ ગોડાઉન ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે આમ અગાઉ બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કોઈ પણ આગ અકસ્માતની ઘટના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં ન બને તે માટે થઈને પૂરતી તકેદારી મોરબી જિલ્લામાં રાખવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે.


