મોરબી જિલ્લાના શિક્ષક બોડા હર્ષદભાઈની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી
SHARE






મોરબી જિલ્લાના શિક્ષક બોડા હર્ષદભાઈની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી
વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે તો ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર બની શકે છે. જો કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવતા અનેક શિક્ષકો વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિઓ થકી શૈક્ષણિક કાર્ય કરાવતા હોય છે. ત્યારે આવા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોન-1 કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2024/25 નું આયોજન ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા, તાલુકો શિહોર, ખાતે યોજાયો હતો જેમાં 6 જિલ્લાના કુલ 30 જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધેલ હતો અને ઇનોવેશન રજૂ કર્યા હતા. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માધ્યમિક વિભાગમાંથી પ્રથમ નંબર પર મોડલ સ્કૂલ મોટીબરારના મદદનીશ શિક્ષક બોડા હર્ષદભાઈ ગિરધરભાઈની પસંદગી કરવામાં આવી છે અને આગામી રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં તે જશે. જેથી કરીને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, DIET- મોરબી, TPEO કચેરી- માળિયા(મિ), BRC ભવન- માળિયા(મિ) અને મોડેલ સ્કૂલ મોટીબરાર તરફથી તેઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.


