મોરબી જિલ્લાના શિક્ષક બોડા હર્ષદભાઈની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી
મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર-કન્ડક્ટરની ભરતી કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત
SHARE






મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર-કન્ડક્ટરની ભરતી કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત
મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરની ઘટ છે જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓએ સહિતના મુસાફરોને હેરાન થવું પડે છે જેથી કરીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાલમાં આ બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે અને એસટી ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરની ભરતી કરવાની માંગ કરેલ છે.
મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષકુમાર સંઘવીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર તથા કન્ડકટરોની મોટા પ્રમાણમાં ઘટ છે. જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓના રૂટો અનિયમિત ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને અનિયમિત બસના લીધે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ સમયસર તેઓની મંજિલ સુધી જઇ શકતા નથી જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મુશ્કેલી પડે છે અને ધંધાકીય લોકોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે છે. માટે મોરબી ડેપોમાં વહેલી તકે ડ્રાઈવર તથા કન્ડકટરો ફાળવીને ખાલી પડેલ જગ્યાઓને ભરવામાં આવે તેવી માંગ કરી છે.
લેબ ટેકનીશિયનની ભરતી કરવાની માંગ
મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ડીડીઓને લેખિતમાં રજૂઆત કરીને મોરબીમાં આવેલ સરકારી હોસ્પીટલમાં લેબ ટેકનીશિયન (આઈ.ડી.એસ.પી.) ની જગ્યા ખાલી છે તેને ભરવા માટેની રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સરકારી હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી લેબ ટેક્નીશિયન (આઈ.ડી.એસ.પી.) ની જગ્યા ખાલી છે. જેથી દર્દીઓને હેરાન થવું પડે છે. માટે વહેલી તકે આ જગ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની ભરતી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.


