મોરબીમાં પરણીતા પુત્રી સાથે ગુમ, પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ
મોરબીના રવાપર ગામે આર્થિક સંકળામણના લીધે અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત, પોલીસ તપાસ શરૂ
SHARE






મોરબીના રવાપર ગામે આર્થિક સંકળામણના લીધે અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત, પોલીસ તપાસ શરૂ
મોરબી નજીકના રવાપર ગામે આવેલ સોસાયટી વિસ્તારના એપાર્ટમેન્ટમાં આવેલ ઓરડીમાં રહીને ત્યાં ચોકીદારીનું કામ કરતા મૂળ નેપાળના યુવાને આર્થિક સંકળામણના પગલે તેની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનું મોત નિપજત્તા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ૨-શક્તિ ટાઉનશીપ ખાતે અને મૂળ નેપાળના રહેવાસી સુરેન્દ્રભાઈ ભીમભાઇ પરિહાર દમાઇ નામના ૨૧ વર્ષના યુવાને પોલીસમાં જાણ કરી હતી કે, તેમના બનેવી સુરેશભાઇ લાલબહાદુર પરિહાર જાતે દમાઇ (ઉંમર ૩૦) રહે.નેપાળ હાલ નક્ષત્ર હિલ ૨-શક્તિ ટાઉનશીપ રવાપર-ઘુનડા રોડ રવાપર તા.જી.મોરબી એ તેની ઓરડી ખાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નિપજેલ છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાન નેપાળના છે અને મોરબી ખાતે રહીને ચોકીદારીનું કામ કરતો હતો.તેને સંતાનમાં એક દીકરી છે.ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેહને રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વૃદ્ધા સારવારમાં
સુરેન્દ્રનગર જિલ્લાના એંજાર ખાતે રહેતા કાંતાબેન પાંચાભાઇ નામના ૬૭ વર્ષીય વૃદ્ધા બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક કૂતરું આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જેમાં ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના વૃષભનગર ખાતે રહેતા રેવાભાઇ પરસોતમભાઈ દેસાઈ નામના ૭૮ વર્ષીય આધેડ પોતાના પૌત્રની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મુનનગર નજીક બાઇક સ્લીપ થતા ઇજા પામતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે રાજકોટના રહેવાસી પાર્થ દિનેશભાઈ કાનાણી નામના ૩૧ વર્ષના યુવાનને રાજકોટ ગોવર્ધન ચોક ખાતે બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
હળવદના મગનભાઈ કાનજીભાઈ પરમાર નામનો ૪૬ વર્ષીય યુવાન બાઇક લઈને જતો હતો.ત્યારે વેગડવાવ નજીક બાઇક સાથે કૂતરું અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેમને ઈજા થતા સારવાર માટે મોરબી લવાયા હતા.જ્યારે અમદાવાદના દોલતપુરામાં આવેલ પટેલવાસમાં રહેતા ગીતાબેન રમેશભાઈ પટેલ નામના ૫૩ વર્ષના મહિલા દોલતપુરાથી મોટા ગોરૈયા જતા રસ્તેથી જતા હતા.ત્યારે રસ્તામાં તેમના બાઇકની આડે અચાનક ઢોર આડુ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેમાં ડાબા પગે ફ્રેક્ચર સાથે તેઓને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ તપાસ કરી હતી.
મહિલા સારવારમાં
મોરબીના જાંબુડીયા નજીક આવેલ સીરામીક યુનીટના લેબર ક્વાટરમાં રહી મજૂરી કામ કરતાં પરિવારના જાનકીબેન સુજીતસિંગ નામની ૨૩ વર્ષીય મહિલા લેબર કવાટર ખાતે કોઈ અગમ્ય કારણોસર સિંદૂર પી ગયા હતા.જેથી કરીને સારવાર માટે અત્રેનિ સીવીલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા નામના ૨૪ વર્ષના યુવાનને ગણેશનગર સોસાયટી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી.જેથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી


