મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતનું 10.65 કરોડની પુરાંત વાળુ બજેટ મંજુર: ગુજરાતમાં પહેલીવાર ગ્રામ પંચાયત-વિદ્યાર્થીઓએ માટે પ્રોત્સાહક ઈનામની જાહેરાત


SHARE











મોરબી જિલ્લા પંચાયતનું 10.65 કરોડની પુરાંત વાળુ બજેટ મંજુર: ગુજરાતમાં પહેલીવાર ગ્રામ પંચાયત-વિદ્યાર્થીઓએ માટે પ્રોત્સાહક ઈનામની જાહેરાત

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થીને બજેટ બોર્ડ બેઠક મળી હતી જેમા ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બોર્ડમાં વર્ષ 2025-25 નું સરકારી ગ્રાન્ટ સહિતની આવક સાથે કુલ 790 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અને સ્વભંડોળનું અંદાજપત્ર 24.1 કરોડનું હતુ અને 10.65 કરોડની પુરાંત વાળુ બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં બજેટ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીડીઓ એસ.જે. પ્રજાપતિ, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે બોર્ડમાં વર્ષ 2025-25 નું બજેટ રજુ કર્યુ હતુ જેમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે ખર્ચ 1.69 કરોડ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ 10.80 કરોડ, ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે 7 કરોડ, પ્રમુખ અને ડીડીઓ દ્વારા સૂચવેલ વિકાસના કામોની 1.55 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 2.30 કરોડ, આરોગ્ય ક્ષેત્ર માટે 1.03 કરોડ, ICDS માટે 30 લાખ, ખેતીવાડી માટે 21.10 લાખ, પશુપાલન ક્ષેત્ર માટે 10.30 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 1.10 કરોડ, આંકડા શાખા માટે 1.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કુદરતી આફતો માટે 91 લાખ અને 80 લાખની પુર નિયંત્રણ ભંડોળની જોગવાઇ કરી છે તો સિંચાઈ ક્ષેત્ર માટે 51 લાખ, બાંધકામ ક્ષેત્ર માટે 4.06 કરોડ અને પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો માટે 96.80 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત સામાન્ય સભામાં નક્કી કર્યા મુજબ જિલ્લામાં ગૌચરની માપણી કરવાની હતી. જો કે, તે કામ પુરુ થયેલ નથી અને માત્ર એક તાલુકામાં માપણી થઈ છે. જેથી વિરોધ પક્ષના નેતા ભુપતભાઇ ગોધાણીએ બોર્ડમાં બઘડાટી બોલાવી હતી અને કહ્યું હતું કે, જીલ્લામાં ગૌચરની જમીન ક્યાં છે તે જિલ્લા પંચાયતને જ ખ્યાલ નથી. અને વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં આવે તે યોગ્ય નથી જેથી ડીડીઓએ કહ્યું હતુ કે એક અઠવાડિયા સુધીમાં ગૌચરની જમીનની માપણી કરવા આદેશ આપી દેવામાં આવશે. જ્યારે વિપક્ષના નેતાએ એવુ પણ કહ્યુ હતુ કે, આરોગ્ય ક્ષેત્રમાં જોગવાઇ વધારવામાં આવી છે. તેના કરતાં સિંચાઈ ક્ષેત્રમાં નાણાકીય જોગવાઇ વધારવામાં આવશે તો આગામી દિવસોમાં મોરબી જીલ્લાના ખેડુતોને ફાયદો મળી શકે તેમ છે

જેના જવાબમાં ડીડીઓએ કહ્યુ હતુ કે, આરોગ્યમાં નાણાકીય જોગવાઈ વધારવામાં આવી છે. કેમ કે તેમાં સોલારના કામો પણ સમાવવામાં આવ્યા છે. અને અંતમાં સમગ્ર ગુજરાતની અંદર ફાયર સેફ્ટીને લઈને સરકાર સજાગ છે ત્યારે ગત ડિસેમ્બર મહિનાથી મોરબી જિલ્લા પંચાયતમાં મૂકવામાં આવેલા ફાયર સેફટીની બોટલો એક્સપાયર થઈ ગયેલ છે તે મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે આગામી 15 તારીખ સુધીમાં તમામ બોટલો રીફીલ કરવા સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

મોરબીના ડીડીઓ એસ.જે.પ્રજાપતિએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા મારફત ઉત્તમ પ્રદર્શન કરનાર 6 ગ્રામ પંચાયતને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનુ આયોજન કર્યુ છે જેમાં પાંચેય તાલુકામાં શ્રેષ્ઠ એક-એક ગ્રામ પંચાયતને 2 લાખ અને જિલ્લામાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને 5 લાખ રૂપિયા આપવામાં આવશે., જવાહર નવોદય વિદ્યાલયના ધો.12 માં સારું પ્રદર્શન કરનાર મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી અપાશે, સરકારી શાળાના બાળકો જો IITમાં પ્રવેશ લેશે તો 5 વિદ્યાર્થીને 31 હજાર, તેમજ NIT અને NIDમાં પ્રવેશ મેળવનાર પાંચ -પાંચ વિદ્યાર્થીઓને 21 હજારની પ્રોત્સાહક સહાય અપાશે અને મોરબી જિલ્લાના વતની હોય અને ભારતીય સશસ્ત્ર દળોમાં ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થશે તો તે કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સહાય આપવાનું નક્કી કરાયેલ છે.








Latest News